Contact No:
9427988366
આશરે ૯૬ વર્ષ પહેલા ઈ.સ.૧૯૨૦ માં પટેલ ઉકાભાઈ ગીલાભાઇ ની યાદગીરી માં તેમના જમાઈ જાજડિયા દીયાલભાઈ લાલાભાઈએ આ વાડી ની જમીન અને ત્રણ કાચા મકાન સાથે સમાજના ઉપયોગ માટે વાડી વનાવવા અર્પણ કરેલ. અને આ વાડી ચેરેટી કમિશ્નરશ્રી દ્વરા નોધણી નંબર-એ-૨૧૦ તા.૧૦/૮/૧૯૨૦ થી નોધ્યેલ છે.
હાલ, ઉપલબ્ધ નીચેનો હોલ ઈ.સ.૧૯૬૫ માં બંધાયેલ અને શ્રી રામજી મંદિર માં ભગવાનની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ, ત્યાર બાદ હાલ જે નવું મકાન છે તે ૧૯૯૨ માં બંધાયેલ છે.
શરૂઆત ના વર્ષો માં જ્ઞાતિ ના સારો –મોળા પ્રંસગો એ વાડીની જગ્યા,વાસણો,ઉપયોગ કરવા માટે આપતા. ઉપરાંત તત્કાલીન સમયની જરૂરિયાત મુજબ ૧૯૫૦-૬૦ ના દશકમાં શીલાઈ કામ વર્ગો, બેન્ડવાજા મંડળી ( જે શુભ પ્રસંગો માં સમાજના ભાઈઓ વગડવા જતા ) તથા નાટક મંડળી પણ હતી જેમાં સમાજના ભાઈઓ ભાગ લેતા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી.
હાલ સભાસદ પ્રથા હોય સભ્ય સંખ્યા ૧૨૪૪ છે.
વર્ષ દરમ્યાન ૬૦૦-૭૦૦ વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો, નોટબૂક,કમ્પાસ વિના મુલ્ય આપવામાં આવે છે
વર્ષ દરમ્યાન ૪૦૦ વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે.
સભાસદ હોય અને દાંત ના ચોકઠાં તથા મોતિયા ના ઓપરેશન માં તબીબી સહાય આપવામાં આવે છે.
સભાસદ હોય તેમને વાડી, વાસણ ભાડામાં ૭૦ ટકા કન્શેશન આપવામાં આવે છે.
સભાસદ નહોય અને લેઉવા-કડવા (પાટીદાર)ને વાડી, વાસણ ભાડામાં ૩૦ ટકા કન્શેશન આપવામાં આવે છે.